VIDEO: આણંદ જિલ્લાના બોરસદમાં એલસીબીની બાતમીથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાતા મોટી દુર્ઘટના ટળી
સોર્સ : gstv
આણંદ જિલ્લામાં પોલીસની સતર્કતાના કારણે ભાવનગર જેવી લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બનતા અટકી ગઈ છે. જિલ્લા LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે બોરસદ તાલુકામાં દરોડો પાડી નકલી દારૂ બનાવવાની સક્રિય ફેક્ટરી ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન સવા લાખ રૂપિયાથી વધુ કિંમતનો નકલી દારૂ અને દારૂ બનાવવાની સામગ્રી મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ નકલી દારૂનું ઉત્પાદન કરી બજારમાં વેચવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રો મટીરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ સરાહનીય કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

