VIDEO: આણંદના તારાપુરમાં ઝાડા-ઉલટીનો કહેર, મોરજ ગામમાં ૧૭ સ્થળે પાણીની લાઈનો લીકેજ
સોર્સ : gstv
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામે ઝાડા-ઉલટીના કેસ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ઈન્દિરા કોલોનીમાં વધુ ૩ કેસ નોંધાતાં ચિંતા વધી છે, ત્યારે ગામમાં આશરે ૧૭ જેટલી જગ્યાએ પાણીની લાઈનો લીકેજ હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર કે સરપંચ દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું નહોતું. હાલ બીમારી ફેલાયા બાદ આરોગ્ય વિભાગની ટીમે ઘરે-ઘરે ફરીને તપાસ શરૂ કરી છે અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ હાથ ધર્યું છે. જોકે, દૂષિત પાણીની લાઈનો સમયસર રિપેર ન થતાં ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

