VIDEO: આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ
સોર્સ : gstv
આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ACBએ ધરપકડ કરી છે. વર્ષ 2023થી તેમની મિલકત અંગે તપાસ ચાલી રહી હતી. તપાસમાં કેતકી વ્યાસની મિલકત તેમના પગાર કરતાં 67.84 ગણી વધુ હોવાનું સામે આવ્યું છે. પગાર કરતાં ત્રણ કરોડથી વધુની સંપત્તિ અંગે તેઓ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હતા. ACBએ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. સેશન કોર્ટ અને હાઈકોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કરી ધરપકડ કરવામાં આવી.

