VIDEO: આણંદના બાકરોલ અને મોગરી વિસ્તારમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસતા રહીશોની રાત બગડી
સોર્સ : gstv
આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બાકરોલ અને મોગરી વિસ્તારમાં ભારે વરસાદને પગલે અનેક રહેણાંક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જીસેટ કોલેજ પાછળ આવેલા તિરથ બંગ્લોઝ અને કર્મ બંગ્લોઝ સહિતના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક પરિવારોને આખી રાત ઉજાગરા કરવાની ફરજ પડી હતી. લોકો પોતાના ઘરનો કિંમતી સામાન બચાવવા માટે રાતભર ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતા.

