VIDEO: આણંદના વત્રા-વટાદરામાં પક્ષીઓના મોત કુદરતી નથી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
સોર્સ : gstv
આણંદના ખંભાત સ્થિત વત્રા-વટાદરા પંથકમાં ઝેરી ગેસના આક્ષેપો વચ્ચે અબોલ પક્ષીઓના મોત મામલે મોટો ખુલાસો થયો છે. કલમસરની જય કેમિકલ, રોહન ડાઈસ અને પ્રિઝમ કેમિકલ કંપનીઓ સામે પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તે દરમિયાન પશુ આરોગ્ય વિભાગના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પક્ષીઓના મોત કુદરતી રીતે નથી થયા. આ ખુલાસા બાદ પક્ષીઓના જીવ કેમિકલ કંપનીઓના ઝેરી ગેસ કે પદાર્થથી ગયા છે કે નહીં તે અંગે સવાલો ઘેરાયા છે. વન વિભાગે પક્ષીઓના મૃતદેહ કબજે કરી વધુ તપાસ માટે સેમ્પલ ગાંધીનગર FSL મોકલ્યા છે. હવે FSLનો અંતિમ રિપોર્ટ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ કરશે, પરંતુ હાલ પ્રકૃતિ પર તોળાતા ખતરા સામે તંત્રની તપાસ પર સૌની નજર ટકેલી છે.

