Anand: પત્ની સાથે અનબન થતા રિસાયો પતિ, 400 KV વીજ હાઈટેન્શન ટાવર પર ચડ્યો
સોર્સ : GSTV
આણંદ જિલ્લામાં એક ચકચારભરી ઘટના સામે આવી છે, અહીં ગાના-દેવરાજપૂરા રોડ પર પતિ પત્ની વચ્ચે અનબન થતા પતિ રિસાય ગયો હતો. પત્ની રિસાઈને ઘર છોડતાં પતિ મહેન્દ્ર ચાવડા 400 KV વીજ હાઈટેન્શન ટાવર પર ચડી ગયો હતો. 60 મીટર ઉંચા ટાવર પર ચડતા દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની આગેવાની હેઠળ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજળી સપ્લાય બંધ કરાવી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરબ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ મહેન્દ્ર ચાવડાને સહીસલામત નીચે ઉતાર્યો હતો. જે બાદ આણંદ રૂરલ પોલીસે યુવકને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી હતી. મહેન્દ્ર ચાવડાનો હાઈ વોલ્ટેજ ડ્રામા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

