VIDEO: આણંદના સોજીત્રામાં જર્જરિત એકાએક ધડાકાભેર ધરાશાયી થયું, જુઓ વીડિયો
સોર્સ : gstv
આણંદના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં ધોધમાર વરસાદ દરમિયાન જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું.... આ બનાવ બાદ દોડધામ મચી ગઈ હતી. સદનસીબે મકાન લાંબા સમયથી બિનરહેણાંક હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. મકાન પડતું જોતાં સ્થાનિકોએ મોબાઈલમાં વીડિયો કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે...મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. એમજીવીસીએલે સાવચેતીના ભાગરૂપે વીજ કનેક્શન તાત્કાલિક બંધ કરી દીધું છે. તંત્રે સ્થાનિકોને જર્જરિત મકાનો પાસે ન જવા અપીલ કરી છે.

