VIDEO: આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, હાઈકોર્ટે ભાજપ ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું
સોર્સ : ai,gstv
આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને તેનું પ્રમુખ બનવાનું સ્વપ્ન રોળાયું છે. કોંગ્રેસ તરફથી એસ.સી. મહિલા અનામત બેઠક પર ગૌરીબેન તડવી ઉમેદવાર હતા, પરંતુ ભાજપે હાઇકોર્ટના દ્વાર ખખડાવી રિટ દાખલ કરી હતી. હાઇકોર્ટે ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ઉમેદવારી પત્ર માન્ય રાખતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે.
આણંદ જિલ્લા પંચાયતમાં પહેલેથી જ ભાજપ બહુમતીમાં છે, ત્યારે કોર્ટના આ ચુકાદા બાદ હવે યોજાનારી ચૂંટણીમાં મયુરીબેન પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ બને તેવો મજબૂત તખતો ગઢાઈ ગયો છે, જેને પગલે ભાજપ ખેમામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

