Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Amul Dairy gave big relief to cattle farmers, increased milk purchase price

VIDEO: અમૂલ ડેરીએ પશુપાલકોને આપી મોટી રાહત, દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો કર્યો વધારો

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમૂલ ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપી છે. અમૂલે પશુપાલકોને દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ નવો ભાવ વધારો 1 જૂન 2026થી અમલી બનશે. ભેંસ અને ગાયના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

App Store

અમૂલ ડેરીના ચેરમેન સંભેસિંહ પરમારે જણાવ્યું કે વૈશ્વિક પરિસ્થિતિ, વધતા ખર્ચ અને પશુઆહારના ભાવમાં વધારો હોવા છતાં પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ 1 હજાર 35 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે, જેને અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ માનવામાં આવી રહ્યો છે. સાથે જ અમૂલ ડેરીએ 15 હજાર કરોડથી વધુનું ટર્નઓવર નોંધાવ્યું છે અને આણંદના ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સીમેન લેબ સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના પણ જાહેર કરી છે.