Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Ayurveda College student commits suicide before exam

Anand/ પરીક્ષા પહેલા આયુર્વેદ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Anand/  પરીક્ષા પહેલા આયુર્વેદ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત
સોર્સ : gstv

આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં એક આયુર્વેદ કોલેજની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ડેહમી આયુર્વેદા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વીધી પરમારે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

App Store

માહિતી મુજબ વિદ્યાનગર સ્થિત સ્ટેન્ઝા લિવિંગ ગર્લ્સ હોસ્ટેલમાં ગત રાત્રે આ ઘટના બની હતી. વીધી પરમાર દ્વારા હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાયો હતો. ખાસ વાત એ છે કે કોલેજની પરીક્ષાઓ માત્ર ત્રણ દિવસ બાદ શરૂ થવાની હતી.

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાનગર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જેના કારણે સમગ્ર ઘટનાને લઈને રહસ્ય ઘેરાયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.