Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : 5.5 inches of rain in Borsad, water receding on Petlad road as lake overflows

VIDEO: બોરસદમાં 5.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, તળાવ ઓવરફ્લો થતાં પેટલાદ માર્ગ પર ફરી વળ્યાં પાણી

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાયો છે. ભારે વરસાદના પગલે બોરસદ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

App Store

બોરસદથી પેટલાદને જોડતા માર્ગ પર આવેલા વહેરા ગામનું તળાવ ઓવરફ્લો થતાં તેનું વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યું છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેતા આગામી સમયમાં ફરી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

જો વધુ વરસાદ પડે અને તળાવમાં પાણીની આવક વધે તો બોરસદ-પેટલાદ માર્ગ પર પાણીનું સ્તર વધી શકે છે. આવી સ્થિતિમાં માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી શકે છે. તેને ધ્યાનમાં રાખીને બોરસદ પોલીસે વાહનચાલકોને હાલ આ માર્ગનો ઉપયોગ ન કરવા સલાહ આપી છે.

પોલીસ દ્વારા પેટલાદ તરફ જવા માંગતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે વાયા દેદરડા થઈને જવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વરસાદ ફરી શરૂ થાય તો પાણીનો પ્રવાહ વધવાની શક્યતા હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા સૂચના આપવામાં આવી છે.