VIDEO: અમરેલીના દરિયામાં 3 બોટ ડૂબી, 17 માછીમારોને બચાવાયા, 11 હજુ લાપતા
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં, સુત્રાપાડા સહિતના જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પણ અવિરત પળે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે. જેમાં ગીર સોમનાથના રાજપરા અને જાફરાબાદની ત્રણ બોટ ડૂબી ગઈ હતી.
અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો
રાજપરાની મુરલીધર અને જાફરાબાદની જયશ્રી તથા દેવકી નામની બોટ ખરાબ હવામાનને કારણે દરિયામાં ડૂબી હતી. મુરલીધરમાં સવાર 9 માછીમારોમાંથી 5નું રેસ્ક્યૂ થયું, જ્યારે 4ની શોધખોળ ચાલુ છે.
કુલ 28માંથી 17ને બચાવાય છે અને 11 લાપતા છે.
જયશ્રી બોટમાં 9 માછીમારો હતા, જેમાંથી 5નું રેસ્ક્યૂ થયું, અને 4 હજુ લાપતા છે. તો દેવકી બોટમાં 10 ખલાસીઓ હતા, જેમાંથી 7ને અન્ય બોટ દ્વારા બચાવાયા, પરંતુ 3ની શોધખોળ ચાલે છે. કુલ 28 માછીમારોમાંથી 17નું રેસ્ક્યૂ થયું, જ્યારે 11 લાપતા છે.

