મોટી દુર્ઘટના: 200 જેટલા મુસાફરોથી ભરેલી બોટ ડૂબી, 50ના મોત

આફ્રિકન દેશ કોંગોમાં મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં કિવુ તળાવમાં મુસાફરોથી ભરેલી એક બોટ ડૂબી ગઇ હતી. આ દુર્ઘટનામાં 50 લોકોના મોત થયા છે અને 40 લોકોને બચાવી લેવાયા છે. મીડિયા અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોટમાં અંદાજે 200 જેટલા લોકો સવાર હતા. જો કે, સવાર લોકોની ચોક્કસ સંખ્યા સામે આવી નથી.
તંત્રએ માહિતી આપી
મીડિયા અહેવાલ મુજબ, સ્થાનિક તંત્રએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે કે, બોટ પર 45 પુરુષ અને 35 મહિલા યાત્રીઓ તરીકે નોંધાયેલા હતા. જો કે, આ આંકડો નિશ્ચિત નથી અમારી જાણકારી મુજબ બોટ પર મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા જેના કારણે દુર્ઘટના ઘટી છે.
હાલ બોટ પર સવાર યાત્રીઓની ઓળખ કે વય અંગે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં બચી ગયેલા પીડિતોએ જણાવ્યું કે, બોટ પર આશરે 200 જેટલા લોકો સવાર હતા.

