Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Two lions fell into well in 24 hours in Amreli district, forest department conducts rescue operation

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં બે સિંહણ કૂવામાં ખાબકી, વન વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અમરેલી જિલ્લામાં 24 કલાકમાં બે સિંહણ કૂવામાં ખાબકી, વન વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
સોર્સ : gstv

અમરેલી સહિતના સૌરાષ્ટ્રના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરાના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે જાફરાબાદના બાબરકોટમાં કૂવામાં પડેલી સિંહણનું વનવિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ધારીમાં પાણી ભરેલા કૂવામાં શિકાર સાથે સિંહણ પડી જતાં વનતંત્ર દોડતું થયું હતું. આમ, અમરેલીમાં 24 કલાકમાં બે સિંહણ કૂવામાં ખાબકતા વનવિભાગે રેસ્ક્યૂ કરીને પાંજરે પૂરી હતી.

App Store

જાફરાબાદના બાબરકોટમાં કૂવામાં પડેલી સિંહણનું સફળ રેસ્ક્યૂ

અમરેલીના જાફરાબાદના બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ પાણી પુરવઠાના ખાલી કૂવામાં ખાબકી હતી. રાત્રિના અંધારામાં સિંહણ કૂવામાં ખાબકી હોવાની જાણ થતાં સ્થાનિક વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

વનવિભાગની ટીમે રીંગ કેચ પાંજરું ઊતારીને સિંહણને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં 6 કલાકની ભારે જહેમત બાદ સિંહણ પાંજરે પૂરાઈ હતી. બાબરકોટ આસપાસ સિંહોના વસવાટથી સ્થાનિકોમાં વન્યજીવના હુમલાનો ભય રહે છે.

ધારીમાં પાણી ભરેલા કૂવામાં શિકાર સાથે સિંહણ ખાબકી

બીજી તરફ, ધારીના વીરપુરમાં પણ એક સિંહણ કૂવામાં ખાબકી હતી. વીરપુરના ભાભલુંભાઈ ધાખડાની વાડીમાં ડુક્કરના શિકાર પાછળ દોડ લગાવેલી સિંહણ અને શિકાર બંને કૂવામાં ખાબક્યા હતા. પાણી ભરેલા કૂવામાં સિંહણ ખાબકતા તાત્કાલિક વનતંત્ર ઘટનાસ્થળે પહોંચીને સિંહણને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આમ, કૂવામાંથી ભારે જહેમત બાદ સિંહણને પાંજરે પૂરીને ધારી એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવી છે.