VIDEO: અમરેલીના ગીરકાંઠા વિસ્તારમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું
સોર્સ : gstv
અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે...અને વરસાદી માહોલ જોવા મળ્યો છે... ધારી ગીરકાંઠાના સરસિયા અને ગોવિંદપુર સહિતના આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકાળા અને ભારે બફારાથી ત્રસ્ત સ્થાનિકોને આ વરસાદી આગમનથી મોટી રાહત મળી છે. બપોર પછી પડેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો અને ગ્રામજનોમાં પણ વરસાદના આગમનને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

