VIDEO: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના ધારી, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે..અને વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે...છેલ્લા દોઢેક મહિનાથી મેઘરાજા રૂઠા હોવાથી સમગ્ર જિલ્લાના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ખાંભાના રબારીકા, સાવરકુંડલાના દાધીયા, હાડીડા અને ખડસલી ગામે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ભારે હાશકારો જોવા મળ્યો છે. ખાસ કરીને ખડસલી ગામમાં ધોધમાર વરસાદના કારણે શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલી શુષ્ક સ્થિતિ વચ્ચે ખેડૂતોમાં ફરી વરસાદ આગમનની નવી આશાઓ બંધાઈ છે.

