VIDEO: જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીની લહેર
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થતાં સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. આ વરસાદી ઝાપટાંના કારણે પંથકમાં મનોરમ માહોલ સર્જાયો છે. વરસાદ ખેંચાતાં ચિંતામાં મુકાયેલા જગતના તાત એવા ખેડૂતોમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે અને ભારે ખુશીની લહેર પ્રવર્તી રહી છે. ખાસ કરીને આ સમયસરના વરસાદી આગમનથી ખેતરોમાં વાવેલા મગફળી અને કપાસના મુખ્ય પાકને નવું જીવનદાન મળતાં મોટો ફાયદો થશે, જેને લીધે ખેડૂત આલમમાં આનંદ છવાયો છે.

