VIDEO: અમરેલીના ખીજડીયા પાટિયા પાસે પેસેન્જર રીક્ષા પલટી, એક જ પરિવારના ૬ ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
અમરેલીના ખીજડીયા ગામના પાટિયા પાસે એકજ પરિવારના છ સભ્યોને અકસ્માત નડ્યો છે.. જૂનાગઢથી અમરેલી તરફ આવી રહેલા એક જ પરિવારના છ સભ્યોની પેસેન્જર રીક્ષાને એક લોડીંગ રીક્ષાએ ટક્કર મારી હતી. પેસેન્જર રીક્ષા રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે મહિલાઓ, બે પુરુષો અને બે નાનાં બાળકો સહિત કુલ છ સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે.

