VIDEO: અમરેલીના લાઠીમાંથી પસાર થતી ગાગડિયા નદી બે કાંઠે
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારમાંથી પસાર થતી ગાગડિયા નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જે ડ્રોન કેમેરામાં આહલાદક રીતે કેદ થયા છે. આ ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત નદીના આવા ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા છે. જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે અને આ નજારો જોતાં જ મનને પરમ શાંતિનો અનુભવ થાય છે. ઉલ્લેખનીય છે કે, જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવેલી ભગીરથ જળ સંગ્રહની કામગીરીને કારણે આજે નદીમાં કરોડો લીટર પાણીનો સંગ્રહ થયો છે. આ સફળ જળ અભિયાનના લીધે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે, જેનાથી આસપાસના ગામોના હજારો ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ મોટો ફાયદો થયો છે.

