VIDEO: અમરેલીના વાતાવરણમાં પલટો: બગસરા પંથકમાં ધોધમાર વરસાદ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ બગસરા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બગસરા શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.માત્ર શહેરમાં જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. બગસરા પંથકના મુંજયાસર, હડાળા, વાઘણીયા અને ખારી જેવા આસપાસના ગામોમાં પણ જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા છે. લાંબા સમયના વિરામ બાદ પડેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે રસ્તાઓ પાણી-પાણી થઈ જતાં વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી.

