VIDEO: અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: લિલીયા, દેવળિયા અને જાફરાબાદમાં ધોધમાર વરસાદથી ખુશીનો માહોલ
સોર્સ : gstv
અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ભારે આનંદની લહેર ફેલાઈ ગઈ છે. લિલીયાના ગ્રામ્ય પંથક સહિત નાના કણકોટ અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બીજી તરફ, અમરેલીના દેવભૂમિ દેવળિયામાં ખાબકેલા મુશળધાર વરસાદથી ખેતરો અને વોકળામાં પાણી વહેતાં થતાં અલ્હાદક દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત, જાફરાબાદ પંથક અને શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા છે. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ મેઘમહેરથી ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

