VIDEO: અમરેલીના લાઠી, સાવરકુંડલા, ધારી, વડિયા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જામ્યો છે. લાઠી, સાવરકુંડલા અને ધારી બાદ હવે વડિયા શહેરમાં પણ ઘનઘોર વાદળોની વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થતાં લાંબા સમયથી સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.બીજી તરફ, જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જાફરાબાદ શહેર ઉપરાંત મીતિયાળા અને બાબરકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોને અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી છે.

