VIDEO: અમરેલીના લાઠીમાં બાલકૃષ્ણ લાલજી તથા ગોવર્ધનનાથજી હવેલીનો ૨૫મા રજતજયંતી પાટોત્સવ
સોર્સ : gstv
અમરેલીના લાઠીમાં બાલકૃષ્ણ લાલજી તથા ગોવર્ધનનાથજી હવેલીના ૨૫મા રજતજયંતી પાટોત્સવ અને બડા મનોરથ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગોસાઈ દ્રારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં અને મુખ્ય મનોરથી પુષ્પાબેન તથા ચંદ્રકાન્ત સંઘવીની ઉપસ્થિતિમાં સન્યાસ આશ્રમથી પ્રસ્થાન થયેલી આ શોભાયાત્રામાં ચાર બગ્ગી, આકર્ષક બેન્ડવાજા અને રાસોત્સવ સાથે વૈષ્ણવ સમાજ તેમજ ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અવસરે ગૌશાળા માટે નિર્માણ પામેલા ઘાસગૃહનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું,

