VIDEO: બાબરામાં મસમોટા ખાડાથી લોકો પરેશાન, AAPની કામગીરી
સોર્સ : gstv
બાબરાના ચિતલ માર્ગ અને અમરાપરા વિસ્તારમાં રોડની દુર્દશાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા થોડા વર્ષો પહેલા બનાવાયેલા સિમેન્ટ રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ રસ્તાઓ પર ખાડાઓની સમસ્યા લાંબા સમયથી યથાવત હોવાના આક્ષેપો વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની સમસ્યા સામે આવ્યા બાદ AAPના કાર્યકર્તાઓ વ્હારે આવ્યા છે અને સ્વખર્ચે પાલિકા વિસ્તારના રોડ પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી.

