VIDEO: સબસિડીયુક્ત અનાજ માટે PNB Digital Rupee એપ ડાઉનલોડ કરવી ફરજિયાત
સોર્સ : gstv
અમરેલીના બગસરા શહેર અને તાલુકાના રેશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. સબસિડીયુક્ત અનાજનો લાભ મેળવવા માટે હાઈબ્રિડ રેશનકાર્ડ ધારકોએ મોબાઈલમાં PNB Digital Rupee એપ ડાઉનલોડ કરવી ફરજિયાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે મામલતદાર કચેરી તેમજ તાલુકાના તમામ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રેશનકાર્ડ ધારકોને 31 ઓગસ્ટ સુધીમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે. જે તે ગામના V.C.E.નો સંપર્ક કરીને મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. સમયસર એપ ડાઉનલોડ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી સબસિડીયુક્ત અનાજની સુવિધાનો લાભ લેવા રેશનકાર્ડ ધારકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

