VIDEO: સાવરકુંડલાના હીપાવડલી ગામે સિંહોના આંટાફેરાના લાઈવ દ્રશ્યો, પશુઓમાં મચી નાસભાગ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હીપાવડલી ગામેથી સિંહોના આંટાફેરાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. શિકારની શોધમાં એક સાથે ત્રણ સિંહો ગામની શેરીઓમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મધરાતે સિંહો ગામમાં ધસી આવતા જ શેરીઓમાં બાંધેલા પશુઓમાં ભારે અફડાતફડી અને નાસભાગ મચી ગઈ હતી.
શિકારની શોધમાં આવેલા સિંહોએ પશુઓને દોડાવ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ પશુનો શિકાર કર્યો ન હતો. પશુઓમાં નાસભાગ મચાવીને ત્રણેય સિંહો થોડીવારમાં જ ફરી જંગલ તરફ રવાના થઈ ગયા હતા. સિંહોની આ લટાર ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે.

