VIDEO: સાવરકુંડલાના જીરા રેલ્વે પ્લેટફોર્મની નબળી કામગીરી સામે આક્રોશ
અમરેલીના સાવરકુંડલા સ્થિત જીરા રેલ્વે પ્લેટફોર્મના નવીનીકરણમાં થયેલી નબળી કામગીરી અને ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો છે. ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલની લેખિત ફરિયાદ બાદ, સાંસદ ભરત સુતરીયાએ પાંચ દિવસ પહેલા પ્લેટફોર્મનું જાત નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કામગીરી અત્યંત નબળી હોવાનું જણાતા સાંસદે રોષ વ્યક્ત કર્યો હતો અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા ડી.આર.એમ.ને ટેલિફોનિક સૂચના આપી હતી. સાંસદની મુલાકાત બાદ જાગેલા રેલ્વે વિભાગના પશ્ચિમ રેલ્વે જી.એમ.એ તપાસ ટીમ નીમીને રિપોર્ટના આધારે પગલાં ભરવાની ખાતરી આપી છે. જો કે, આ ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસ રૂપે એજન્સી દ્વારા આજે પ્લેટફોર્મનો ઉપરનો બે ઇંચ જેટલો ભાગ તોડીને તેના પર પી.સી.સી. કામ કરી નબળું કામ છુપાવવાની ઉતાવળ કરાતાં લોકોમાં ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે.

