VIDEO: લાઠીના દુધાળામાં અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
સોર્સ : gstv
અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 80 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનેલા આ સરોવરમાં અંદાજે 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનમાં સવજીભાઈ ધોળકિયાના જળસંચયના કાર્યોની પ્રશંસા કરી હતી અને ગુજરાતમાં જળસંચય અભિયાનને વધુ વેગ આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં સેવા અને સમર્પણ કરનાર વ્યક્તિઓને જ પદ્મ સન્માન મળે છે. સરોવરનું નિર્માણ સ્થાનિક વિસ્તારમાં પાણી સંચય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

