VIDEO: અમરેલીના લાઠીના ભુરખિયા હનુમાનજી મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ, ભવ્ય શોભાયાત્રા યોજાઈ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખિયા ગામે આવેલા પ્રસિદ્ધ હનુમાનજી મંદિરે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે પહોંચ્યા હતા અને હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી અંતર્ગત ભુરખિયા ગામમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંગ કસરતના પ્રદર્શન અને રાસની રમઝટ વચ્ચે નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં ભાગ લીધો હતો.

