VIDEO: અમરેલીના લીલીયામાં ગટરના ગંદા પાણીથી વેપારીઓ ત્રાહિમામ, તંત્ર સામે અનોખી રજૂઆતની ચીમકી
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં ગટરના ગંદા પાણીના ગંભીર પ્રશ્ને સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષ મેદાનમાં આવ્યો છે, જ્યાં લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના કોંગી કાર્યકરોએ વેપારીઓ પાસે જઈ તેમની હૈયાવરાળ સાંભળી હતી અને ઉભરાતી ગટરોનું જાત નિરીક્ષણ કર્યું હતું. વેપારીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે ગટરના ગંદા પાણી ઉભરાવાને કારણે રોજબરોજનો ધંધો-રોજગાર પ્રભાવિત થયો છે અને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા રજૂઆતો સાંભળવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે, કોંગી નેતાઓએ આગામી સમયમાં તંત્રને જગાડવા માટે ભગવાન હનુમાનજીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવાની અનોખી જાહેરાત કરી છે.

