VIDEO: 'ગુજરાત ગૌરવ સરોવર'નું કરશે લોકાર્પણ, અમરેલીના લાઠી સ્થિત દુઘાળા ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પૂર્વે તૈયારી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુઘાળા ગામની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના નિવાસસ્થાન 'હેતની હવેલી' ખાતે ખાસ ઉપસ્થિત રહેશે અને જળસંચય ક્ષેત્રે મહત્વપૂર્ણ એવા 'ગુજરાત ગૌરવ સરોવર'નું ભવ્ય લોકાર્પણ કરશે.
'હેતની હવેલી'ની મુલાકાત
કેન્દ્રીય ગૃહમંત્રી દુઘાળા સ્થિત પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના નિવાસસ્થાને પહોંચશે, જ્યાં તેમનું પરંપરાગત અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે તૈયાર કરાયેલા વિશાળ 'ગુજરાત ગૌરવ સરોવર'નું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને પગલે હેતની હવેલી પરિસર તેમજ આસપાસના વિસ્તારને આકર્ષક રોશની અને લાઈટિંગથી શણગારવામાં આવ્યો છે. વીઆઈપી (VIP) મૂવમેન્ટ અને જાહેર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ અને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

