Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Hyderabad: Interesting conversation between CM Revanth Reddy and PM Narendra Modi, asked for help like 'Gujarat Model'

હૈદરાબાદ: CM રેવંત રેડ્ડી અને PM નરેન્દ્ર મોદી વચ્ચે રસપ્રદ સંવાદ, 'ગુજરાત મોડલ' જેવી મદદ માંગી

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
હૈદરાબાદ: CM રેવંત રેડ્ડી અને PM નરેન્દ્ર મોદી વચ્ચે રસપ્રદ સંવાદ, 'ગુજરાત મોડલ' જેવી મદદ માંગી
સોર્સ : gstv

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદમાં વિકાસના એજન્ડા પર ગંભીર છતાં રસપ્રદ સંવાદ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેલંગાણાને દેશની જીડીપીમાં 10% યોગદાન આપતું રાજ્ય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, તો સામે પક્ષે વડાપ્રધાને પણ પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો.

App Store

મુખ્યમંત્રીએ વડાપ્રધાન પાસે કરી માંગણી

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વડાપ્રધાનને સંબોધતા કહ્યું કે, જો વિકસિત ભારતના તમારા સપના માટે તેલંગાણા તમારી સાથે હાથ મિલાવવા માંગે છે. અમે વડાપ્રધાનને વચન આપીએ છીએ કે તેલંગાણા દેશના જીડીપીમાં 10 ટકા ફાળો આપશે. આ માટે અમને તમારી મંજૂરીઓ અને સમર્થનની જરૂર છે.

ગુજરાત મોડલની જેમ તેલંગાણા મોડલની ચર્ચા

રેડ઼્ડીએ વધુમાં ઉમેર્યું કે, "જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે 10 વર્ષમાં દેશ માટે ગુજરાત મોડલ તૈયાર કર્યું હતું. આજે તેલંગાણાના લોકોની પણ એવી જ આશા છે કે આગામી 10 વર્ષમાં તેલંગાણા મોડલ બને અને અમે 2034 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી પહોંચીએ. રેડ્ડીએ કહ્યું કે, દેશની માત્ર 3% વસ્તી ધરાવતું તેલંગાણા, પીએમના 30 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના વિઝનમાં 10% હિસ્સો આપવા સક્ષમ છે.

વડાપ્રધાન મોદીનો ગુજરાત મોડલ પર વળતો જવાબ

રેવંત રેડ્ડીના પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીએ હળવા અંદાજમાં પરંતુ સચોટ જવાબ આપતા કહ્યું, "...હું રેવંત રેડ્ડીને કહેવા માંગુ છું કે, ભારત સરકારે ગુજરાતને તેના 10 વર્ષના શાસનમાં જે કંઈ આપ્યું છે, તે હું તમને આપવા તૈયાર છું. પરંતુ મારા જ્ઞાન મુજબ, જો હું એમ કરીશ તો અત્યારે તમને જે મળી રહ્યું છે તે અડધું થઈ જશે. તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચી શકશો નહીં. તેથી વધુ સારું છે કે તમે મારી સાથે જ રહો (સાથ આપો)."

વડાપ્રધાનનો ઈશારો એ તરફ હતો કે, કેન્દ્ર સરકાર અત્યારે તેલંગાણાને જે પ્રોજેક્ટ્સ અને આર્થિક સહયોગ આપી રહી છે તેવો સહયોગ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મળતો નહોતો. ત્યારે વડાપ્રધાન (મનમોહનસિંહ) વિપક્ષી રાજ્યોને હાલમાં જેટલી મદદ મળે છે તેટલી આપતા નહોતા. જેથી ત્યારે ગુજરાતને અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોની તુલનાએ ખુબ જ ઓછા નાણા મળતા હતા.