Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Akhilesh Yadav made a attack on the Yogi government's cabinet expansion

VIDEO: યોગી સરકારના મંત્રીમંડળ વિસ્તરણને લઈ અખિલેશ યાદવે કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું?

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ પર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા દ્વારા આકરા પ્રહારો કરતા અનેક વેધક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, જે સરકાર છેલ્લા નવ વર્ષમાં કંઈ કરી શકી નથી, તેના નવા મંત્રીઓ છેલ્લા નવ મહિનામાં શું કરી લેશે? અખિલેશ યાદવે પક્ષપલટો કરીને આવેલા નેતાઓ પર નિશાન સાધતા પૂછ્યું કે, મંત્રીમંડળમાં માત્ર છ જગ્યાઓ ખાલી છે, ત્યારે અન્ય પક્ષોમાંથી આવેલા તમામ નેતાઓને કેવી રીતે સાચવવામાં આવશે અને બાકીના પક્ષપલટુઓનું શું થશે?

App Store

તેમણે ભાજપ પર સત્તાના લાલચુ હોવાનો આરોપ લગાવતા ઉમેર્યું કે, મંત્રી પદની આશામાં બેઠેલા ભાજપના પાયાના કાર્યકરો અને નેતાઓ હવે ઠગાયા હોવાની લાગણી અનુભવશે. વધુમાં, જે મંત્રીઓના વિભાગો છીનવી લેવામાં આવશે તેઓ જનતા વચ્ચે પોતાની નિષ્ફળતા સાબિત કરશે. અંતમાં અખિલેશ યાદવે જનતાના પક્ષે વાત કરતા કહ્યું કે, આ સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર, અત્યાચાર, મોંઘવારી અને બેરોજગારી જ વધવાની છે, જે સામાન્ય જનતાનું જીવવું દુષ્કર બનાવી દેશે.