VIDEO: Dhari ધારાસભ્યના પત્નીએ વિવાદાસ્પદ નિવેદન પર ફેરવી તોળ્યું, આપ્યો આ ખુલાસો
સોર્સ : GSTV
ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાના પત્ની કોકિલાબેન કાકડીયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આપેલા પોતાના વિવાદાસ્પદ નિવેદન પર ખુલાસો કરતા ફેરવી તોળ્યું છે. અગાઉ 'વિધર્મી' શબ્દના પ્રયોગથી સર્જાયેલા વિવાદ બાદ, તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ઈશારો દેશના નાગરિકો તરફ નહીં, પરંતુ દેશ બહાર બેસીને ગેરપ્રવૃત્તિ અને આતંકવાદ ફેલાવતા તત્વો તરફ હતો.
તેમણે જણાવ્યું કે આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાથી જ રહે છે અને તેમણે કોઈ ધાર્મિક ઉશ્કેરણી માટે નિવેદન આપ્યું નહોતું. કોકિલાબેને વિનંતી કરતા કહ્યું કે, દેશમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી તેઓ આ ખુલાસો કરી રહ્યા છે અને તેમના નિવેદનનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ.

