VIDEO: જાફરાબાદના દરિયાકાંઠે કરન્ટ વધતા તંત્ર એલર્ટ: માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
સોર્સ : gstv
અમરેલીના જાફરાબાદ બંદર પરના લાઈટ હાઉસ પર ભયસૂચક ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં હળવો કરન્ટ જોવા મળી રહ્યો છે, સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને મત્સ્યોદ્યોગ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. જે નાની-મોટી બોટ માછીમારી માટે દરિયામાં ગઈ હતી તેમને પણ તાત્કાલિક સુરક્ષિત સ્થળે અને બંદરે પરત ફરી જવા આદેશ કરાયો છે.

