VIDEO: અમરેલીમાં ભાજપ અને AAPના કાર્યકરો બાખડ્યા, ડુપ્લીકેટ મતદાન એજન્ટ બેસાડ્યા હોવાના થયો આક્ષેપ
સોર્સ : gstv
અમરેલીની મોટા આંકડિયા તાલુકા પંચાયત બેઠક પર મતદાન દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થતા વાતાવરણ તંગ બન્યું હતું. 'આપ'ના નેતા હાર્દિક વઘાસિયાએ ભાજપ પર ડુપ્લીકેટ મતદાન એજન્ટ બેસાડ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર લાઈવ કરતા વિવાદ વકર્યો હતો, હાર્દિક વઘાસિયાના પત્ની આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી જતાં ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભારે તણાવ જોવા મળ્યો હતો. જોકે, ઘટનાસ્થળે તૈનાત પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સમજાવટભર્યા પ્રયાસોને અંતે મામલો થાળે પડ્યો હતો. .

