VIDEO: સાવરકુંડલાના હાડિડા ગામે પિતા-પુત્રીના મોતથી અરેરાટી
સોર્સ : gstv
અમરેલીના સાવરકુંડલાના હાડિડા ગામે પિતા અને પાંચ વર્ષની પુત્રીના મોતની કરૂણ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બંનેના મૃતદેહ રહેણાંક મકાનમાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણની શક્યતા સામે આવી હોવાનું જાણવા મળ્યું છે, જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ઘટનાને પગલે હાડિડા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

