Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : The rural roads of Savarkundla, washed away by heavy rains, were put on war footing by the road-building department

VIDEO: ભારે વરસાદથી ધોવાયેલા સાવરકુંડલાના ગ્રામ્ય રસ્તાઓ માર્ગ-મકાન વિભાગે યુદ્ધના ધોરણે શરૂ કર્યા

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના સાવરકુંડલામાં ગત 5 અને 6 જુલાઈએ પડેલા ભારે વરસાદ અને શેત્રુંજી તેમજ શેલ નદીમાં આવેલા પૂરને ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામની કામગીરી તંત્રએ શરૂ કરી છે..શેત્રુંજી નદીમાં આવેલા પૂરના કારણે નેસડી, કરજાળા, જીરા અને કેરાળા સહિતના અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જિલ્લા પંચાયત હસ્તકના અંદાજિત 22 રસ્તાઓને વ્યાપક નુકસાન થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને 6 રસ્તા સંપૂર્ણ બંધ થઈ ગયા હતા.  જોકે માર્ગ અને મકાન પંચાયત વિભાગે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. જેસીબી, હિટાચી, ટ્રેક્ટર અને મજૂરોની મદદથી માટી ભરાવીને મોટાભાગના રસ્તાઓનું સમારકામ કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે. હાલ બાકી રહેલા માત્ર 2 રસ્તાઓ પર પણ મરામત ચાલુ છે.  

App Store