VIDEO: બાબરા શહેરમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. શહેરમાં ધીમેધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ખેડૂતોમાં પણ ખુશી
બાબરા શહેર અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. વરસાદથી ખેતીના પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ થાય તેવી ખેડૂતોમાં આશા બંધાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ફરી વરસાદ થતાં ખેડૂતો સહિત સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

