VIDEO: અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે..બાબરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદ માત્ર બાબરા જ નહીં, પરંતુ પંથકના ચમારડી, ઉટવડ, કોટડાપીઠા, ચરખા અને નવાણિયા સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.. છે. લાંબા સમયની રાહ જોયા બાદ સમયસર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. આ સમયસરના વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા મહત્વના ઉનાળુ કે ખરીફ પાકોને ફાયદો થશે

