Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : accident on Bhavnagar-Somnath highway, 10 people from the same family injured

Amreli: ભાવનગર-સોમનાથ હાઈવે પર ભીષણ અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 10 લોકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Amreli: ભાવનગર-સોમનાથ હાઈવે પર ભીષણ અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 10 લોકો ઈજાગ્રસ્ત
સોર્સ : gstv

રાજુલા નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર આવેલા છતડીયા ગામના બ્રિજ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ઉતરતી વખતે એક ફોર-વ્હીલ કાર આગળ જઈ રહેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર એક જ પરિવારના 10  જેટલા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. આ પરિવાર મુંબઈથી સોમનાથ જઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના બની હતી.

App Store

અકસ્માત સર્જાતા હાઈવે પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને ટ્રક ચાલકોએ તાત્કાલિક મદદ કરીને ફસાયેલા તમામ મુસાફરોને કારમાંથી બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

ટોપિક્સ:amreliamreli newsamreli accident