Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : accident near Dhamdi Bridge, driver dies after pickup collides with divider

Sabarkantha: ધામડી બ્રિજ પાસે ભયાનક અકસ્માત, પીકઅપ ડાલુ ડિવાઇડર સાથે ટકરાતા ચાલકનું કમકમાટીભર્યું મોત

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha: ધામડી બ્રિજ પાસે ભયાનક અકસ્માત, પીકઅપ ડાલુ ડિવાઇડર સાથે ટકરાતા ચાલકનું કમકમાટીભર્યું મોત
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લામાં ઇલોલ-દેશોતર હાઇવે પર આવેલા ધામડી બ્રિજ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પીકઅપ ડાલુના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. પૂર ઝડપે આવી રહેલા પીકઅપ ડાલુ બ્રિજના ડિવાઇડર સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ડાલુના ચાલકનો છાતીનો ભાગ સીધો સ્ટીયરીંગ સાથે અથડાયો હતો, જેના કારણે તે ગાડીમાં જ દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ અને સ્થાનિકોએ દોડીને મદદ માટે પ્રયાસો શરૂ કર્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

App Store

ઘટનાસ્થળે જ ચાલકનું મોત થતાં, તેમના મૃતદેહને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ટોપિક્સ:sabarkanthaSabarkantha accident