Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Police constable suspended for causing accident while intoxicated in Sabarkantha

સાબરકાંઠામાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સાબરકાંઠામાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સોર્સ : GSTV

સાબરકાંઠાના વડાલીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નશાની હાલતમાં ત્રીપલ અકસ્માત સર્જ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પીધેલી હાલતમાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ ચેતન અંસારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ઇડરના મોહનપુરા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

App Store

નશાની હાલતમાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ચેતન અંસારી રાત્રિના સમયે નશાની હાલતમાં દારૂની બોટલો સાથે નોકરી પૂર્ણ કરી વતન તરફ જતો હતો. ઇડર ભિલોડા સ્ટેટ હાઇવે રોડ પરની જ્યાંથી દારૂના નશામાં ધૂત ચેતન અંસારી નામના કોન્સ્ટેબલ ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો.

એક્ટિવા અને ઑટો રિક્ષામાં સવાર આઠ લોકોને નાની મોટી સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્વિફ્ટ કાર લઈને પ્રસાર થતા ખાખીના કર્મીએ ખાખીને લજવી આઠ લોકોના જીવન જોખમ્યા હતા. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં ફરજ પૂર્ણ કરી વતન તરફ જતા સમયે ઇડરના મોહનપુરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો.

 

 

ટોપિક્સ:Police constableAhmedabad Police