VIDEO: લીલીયામાં દારૂબંધી અને ગેરકાયદે ખનન સામે લાલઆંખ
સોર્સ : gstv
અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે લીલીયા તાલુકામાં બેફામ ચાલતા દારૂના વેચાણ અને ગેરકાયદે રેતી ખનન અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. ખનન માફિયાઓના વાહનો અને દારૂના કારણે છેલ્લા 5 વર્ષમાં 75થી 80 લોકોના મોત થયાનો આક્ષેપ કરાયો છે. આ દૂષણ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતું હોવાનો આરોપ લગાવી, ચાર મુખ્ય ચોકડીઓના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક તપાસવાની માંગ કરાઈ છે.

