Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : The three accused who brutally beat up a bank employee in Liliya were arrested

Video: લીલીયામાં બેંકકર્મીને ક્રૂરતાપૂર્વક ફટકારનાર ત્રણેય આરોપીઓ પકડાયા, પોલીસે કાઢ્યો વરઘોડો

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જૂથ અથડામણ કે હિચકારા હુમલાઓની ઘટના ઘટી રહી છે, ત્યારે 2 દિવસ પહેલા લીલીયાના ક્રાંકચ ગામે જીલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાળા પર 3 શખ્સો કારમાં આવીને હિચકારો જીવલેણ હુમલો કરી બેફામ ઢોરમાર માર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જે બાદ લીલીયા પોલીસે જસદણના ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો અને ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીની ધરપકડ કરીને આજે લીલીયાના ક્રાંકચ ગામે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

App Store

 રિકન્સ્ટ્રકશન વખતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા

લીલીયા પોલીસ આજે ત્રણેય આરોપીઓને રિકંસ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઇ હતી અને ઉઠક બેઠક કરાવીને કાન પકડાવ્યા હતા. આ ત્રણેય આરોપીઓ દેવકુ વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળા સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી. ત્રણેય આરોપીઓના રિકન્સ્ટ્રકશન વખતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ અંગે અમરેલી Dysp ચિરાગ દેસાઈએ માહિતી આપી હતી કે હુમલાખોરો ઝડપાઈ ગયા છે.