VIDEO:દાહોદ લીમખેડામાં એમ્બ્યુલન્સ ન પહોંચી, રસ્તામાં સગર્ભાની પ્રસુતિ
દાહોદ જિલ્લાના લીમખેડાના કુણધા ગામે રેલવે લાઈન અને હડફ નદીના અવરોધને કારણે એમ્બ

દાહોદ જિલ્લાના લીમખેડાના કુણધા ગામે રેલવે લાઈન અને હડફ નદીના અવરોધને કારણે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકતા,એક સગર્ભા મહિલાને રસ્તામાં જ પ્રસુતિ થવાની ઘટના સામે આવી છે. બાજીપુરા ફળિયાની મહિલાને પીડા ઉપડતા પરિવાર તેને રેલવે લાઈન ઓળંગાવી 108 એમ્બ્યુલન્સ સુધી ચાલીને લઈ જઈ રહ્યો હતો.ત્યારે જ માર્ગમાં પ્રસુતિ થઈ ગઈ હતી. આશા વર્કરની સમયસૂચકતાને કારણે માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો હતો, જેમને બાદમાં લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ કપરી પરિસ્થિતિને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક રેલવે અંડરબ્રિજ બનાવવાની માંગ દોહરાવી છે.




