Video: ગરીબોના અનાજમાં ગેરરીતિના આક્ષેપ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની નારણપુર સેવા સહકારી મંડળીની સરકારી સસ્તા અનાજની દુકાનમાં મોટી ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ છુપાવવા ઘઉંની થેલીઓમાં યુરિયા ખાતર ભરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, ઘઉંના બારદાનમાં ચણા અને તુવેર દાળનો જથ્થો ભરી ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાની પણ ચર્ચા છે. ગરીબોના હકના અનાજમાં ગેરરીતિના આક્ષેપોને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. મેઘરજ પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર તપાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરી જિલ્લા પુરવઠા વિભાગને સોંપ્યો છે. તપાસમાં ઘઉંના 3,716 કિલો, ચોખાના 2,683 કિલો અને ખાંડના 695 કિલો જથ્થાની ઘટ સામે આવી છે.




