મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બીટા ભાવનગર પહોંચ્યા 

Bhavnagar news: ગત મહિને જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આંતકવાદી

Bhavnagar news: ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બીટા ભાવનગર પહોંચ્યા 

Bhavnagar news: ગત મહિને જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આંતકવાદી હુમલાની ઘટનામાં ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રનાં મોત થયા હતા. આ બનાવને લઈ મનિન્દરજીતસિંહ બીટા આજે મૃતક પિતા-પુત્રના ઘર પર પહોંચ્યા હતા જ્યાં શ્રદ્ધાંજલી સાથે પરિવાર પાસેથી પૂરતી ઘટનાની જાણકારી મેળવી હતી.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર બંને ગત મહિને જમ્મુ-કાશ્મીરના પહલગામ ગયા હતા. મૃતક યતિશભાઈ પરમાર અને તેમના દીકરા સ્મિત પરમાર શ્રીનગરથી પહેલગામ સાઈટ સીન માટે ફરવા ગયા હતા ત્યારે આંતકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર બેફામ ગોળીબાર કરી નરસંહાર કરવામાં આવ્યો હતો એ સમયે બંને પિતા-પુત્રના મોત થયા હતા. બે દિવસ બાદ બંનેના મૃતદેહને વતન લવાયા હતા. જ્યાં બધાએ અશ્રુભીની વિદાય આપી હતી. ત્યારે ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બીટા આજે ભાવનગર આવી મૃતક પિતા અને પુત્રને શ્રદ્ધાંજલી આપી બધી વિગતો લીધી હતી. તેમજ તેમને ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.

આ સમાચાર શેર કરો