મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બોડેલીમાં દારૂ ભરેલી કારનો અકસ્માત

છોટાઉદેપુરના બોડેલીમાં વણીયાદ્રિ ગામ પાસે દારૂ ભરેલી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બોડેલી-રાજપીપળા હાઈવે પર કેનાલ પાસે થયેલા અકસ્માતમાં કારચાલકે કાબૂ ગુમાવતાં ઘટના બની હોવાની આશંકા છે. કારમાં દારૂનો મોટો જથ્થો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જ્યારે ડબ્બા તૂટતાં રસ્તા પર દારૂ રેલાયો હતો. અકસ્માતમાં કારચાલકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો અને લોકોનાં ટોળાં ઉમટ્યાં હતાં. પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો