Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Youth Murdered, 2 Accused Arrested in House Ownership Enmity

VIDEO: મકાનની માલિકીની અદાવતમાં યુવકની હત્યા, 2 આરોપી ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના વટવા ત્રિકમપુરા ચાર માળિયામાં મકાનના કબજા અને ભાડાની અદાવતમાં 25 વર્ષીય અજીતસિંહ ચૌહાણની હત્યા થઈ હતી. ચાર સગા ભાઈઓએ મળીને અજીતસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં વચ્ચે પડેલા તેના બે મિત્રો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હત્યા બાદ બહારગામ જવાની તૈયારી કરી રહેલા મુખ્ય આરોપી હિતેશ અને તેના ભાઈ રવિને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. હિતેશ અગાઉ પણ હત્યા કેસમાં દોષિત ઠરી આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે અને ડિસેમ્બર 2025થી જામીન પર બહાર હતો. ફરાર અક્ષય અને ધર્મેશને ઝડપી પાડવા LCB અને ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો તપાસમાં જોડાઈ છે.

App Store